👨💻REVISED LIST OF ELIGIBLE CANDIDATES FOR THE MAINS WRITTEN EXAMINATION FOR ADVT NO. 42/2023-24, DEPUTY SECTION OFFICER/DEPUTY MAMLATDAR, ClASS-3
#GPSC #Mains #list
📌અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ફાયર એન્ડ ઈમરજન્સીમા ભરતી
👉સહાયક સ્ટેશન ઓફિસર -3
👉સહાયક સહાય ઓફિસર -10
👉સહાયક ફાયરમેન-102
#AMC #Apply
📌UPSC EPFO Personal Assistant Recruitment
🔹High Quality
⏳Exam Date 〰 7/7/24
#UPSC #Paper
📌Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 01/2024-25 to 17/2024-25 starting from 08.07.2024 13:00 to 22.07.2024 23:59
#GPSC
*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી*
-----------
*શૈક્ષણિક વર્ષ: 2024-25માં રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો*
-----------
*આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી થશે*
-----------
*TET-1 અને TET-2 પાસ સહિતના યુવાઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારનો ઉદ્દાત અભિગમ*
-----------
*પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કરી વિસ્તૃત જાહેરાત*
-----------
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.
પ્રવક્તા મંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.
આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.
સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.
આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.
એટલું જ નહીં, વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
📌જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૨૯/૦૬/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ રીવાઈઝ ફાઈનલ આન્સર કીમાં સુધારા અંગેની અગત્યની સૂચના
#GSSSB #R_FAK #Notice
📌અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ફાયર એન્ડ ઈમરજન્સી ભરતીનું
ઓફિશીય નોટિફિકેશન
👉સહાયક સ્ટેશન ઓફિસર -3
👉સહાયક સહાય ઓફિસર -10
👉સહાયક ફાયરમેન-102
#AMC #Notification #Apply
કચ્છી નવું વર્ષ અષાઢી બીજ આપને અને આપના પરિવાર ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારું બની રહે એવી આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા....🙌🌈
Читать полностью…CCE GROUP -A મુખ્ય પરીક્ષા માટે કરંટ અફેર્સના પ્રશ્ન અને જવાબ
DAY :1
પ્રશ્ન : વિરોધ પક્ષના નેતાના પદ વિશે ટુંક નોંધ લખો
તાજેતરમાં, 10 વર્ષના અંતરાલ પછી પ્રથમ વખત, કોંગ્રેસ પાર્ટીના રાયબરેલી લોકસભા ક્ષેત્રના સાંસદ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વિરોધ પક્ષના નેતા વિશે
સંસદના દરેક ગૃહમાં મુખ્ય વિરોધ પક્ષના સભ્યને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
જોકે, બંધારણમાં ક્યાંય વિરોધ પક્ષના નેતાના પદનો ઉલ્લેખ નથી.
વિપક્ષના નેતાના પદને સંસદમાં "સંસદમાં વિપક્ષના નેતાના પગાર અને ભથ્થાઓ અધિનિયમ, 1977" દ્વારા કાયદાકીય માન્યતા આપવામાં આવી છે.
સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા, જેની પાસે લોકસભાની કુલ બેઠકોના દસમા ભાગથી ઓછી બેઠકો નથી, તેને વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવે છે.
ઉદાહરણ: જે પક્ષ સૌથી મોટો વિરોધ પક્ષ છે અને લોકસભાની ઓછામાં ઓછી 55 બેઠકો ધરાવે છે.
વિપક્ષના નેતા કેબિનેટ મંત્રી તરીકે સમાન પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓ મેળવવા માટે હકદાર છે.
વિરોધ પક્ષના નેતાનું મહત્વ
વિપક્ષના નેતા જાહેર હિસાબ સમિતિ, જાહેર ઉપક્રમ સમિતિ, અંદાજ સમિતિ અને અન્ય ઘણી સંયુક્ત સંસદીય સમિતિઓ જેવી મહત્વપૂર્ણ સમિતિઓના સભ્ય પણ હોઈ શકે છે.
તેઓ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, સીબીઆઇ, એનએચઆરસીના સભ્ય છે. અને લોકપાલ જેવી વૈધાનિક સંસ્થાઓના વડાઓની નિમણૂક માટે જવાબદાર વિવિધ પસંદગી સમિતિઓના સભ્ય બનવા માટે પાત્ર છે.
તે સરકારની નીતિઓની રચનાત્મક ટીકા કરે છે અને વૈકલ્પિક સરકારના વડા તરીકે સેવા આપે છે.
આવી જ વધુ માહિતી માટે જોડાયેલા રહો !
તેમને વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
-----------
👨💻GSSSB દ્વારા એકથી વધુ શિફટમાં લેવામાં આવતી પરીક્ષાનું પરિણામ તૈયાર કરવા ઉપયોગમાં લેવામાં આવનાર Normalisationની ફોર્મ્યુલા બાબત અગત્યની સૂચના
#GSSSB #CCE #Notice
🔰 DYSO Exam - Today's Hearing
આજની સુનાવણીમાં કુલ 5 પ્રશ્નો રદ કર્યા અને 3 પ્રશ્નોના જવાબો બદલવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા GPSCને 3 - 4 અઠવાડિયામાં ઉમેદવારોની નવી યાદી પ્રકાશિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. અગાઉના ઉમેદવારો સહિત નવા ઉમેદવારોની યાદી ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.