❝MøjMäāRèvû😎😋😊❞
❛❛સારૂ છે જો ઘડપણ આવે,
ઈચ્છાઓને સમજણ આવે.
ખુબ જ સારા કામ કરો છો?
તો તો નક્કી અડચણ આવે.
જીવતા લોભી શાતા પામે,
એવું પણ કોઈ તર્પણ આવે?
કાયમ સ્મિત રહે ચહેરા પર,
ફોટા જેવું દર્પણ આવે?
કોઈ સલા’સૂચન માંગે તો,
મૂરખને પણ ડહાપણ આવે.
ખુશીઓનું છે તારા જેવું,
આવું છું કહી ના પણ આવે.❜❜
- શૌનક જોષી
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું;
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું?
છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કંઈ હાંફવાનું કામ સોપ્યું.
જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?
વસ્ત્ર સાથે સર્વ ઇચ્છા પણ વણાવી જોઈએ હોં!
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.
દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.❜❜
- અનિલ ચાવડા
@MojMaaRevu
છોકરાની હકીકત - અમી રસધાર
Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.
Thank You So Much For Support ❤️
https://youtu.be/ULyn3ALuh2I
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛તુ હોય ને તો શબ્દે શબ્દે રુઆબ લાગે,
ઉલ્લેખ તારો ને ગઝલ લાજવાબ લાગે.
આંખેથી ધોધમાર વરસી પડું છું જોઇલે,
ખંજને આંસુ મોતી મઢેલ ગુલાબ લાગે.❜❜
@MojMaaRevu
❝møjmäārèvû😎😋😊❞
❛❛એકલતાના શૂન્યાવકાશમાં આંતરનાદ ખુદનો સાંભળી લઉ છું,
પળભર માટે મારા અસ્તિત્વનો ઉત્સવ ઉજવી લઉ છું.❜❜
@MojMaaRevu
❝MøjMäāRèvû😎😋😊❞
❛❛આથમી રહી છે જિંદગી, એમાં શું દુખી થાય છે,
ખીલી રહી છે સંધ્યા, તું એની મજા લેને.❜❜
@MojMaaRevu